<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

કાલે એડી ડીજી અજય ચૌધરીનો લાઇવ પેઇન્‍ટિંગ શો

બોલીવુડ અને હોલિવૂડની લોકપ્રિય હસ્‍તીઓ આ આઈપીએસનાં આર્ટ પર આફ્રિન છે અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમમાં અદભુત પુસ્‍તકની વિમોચનવિધિ પણ થશે

રાજકોટ, તા.૧૯: વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે, તેવા એડિશનલ ડીજીપી લેવલનાં સિનિયર આઇપીએસ અજય ચોધરીનાં લાઈવ પેઇન્‍ટિંગ ડેમોટ્રેશનનુ અદભુત આયોજન કરવામાં આવેલ છે.   

કાલે ૨૦ તારીખે યોજાનાર આ આર્ટ સાથે મ્‍યુઝિકનાં સંગમ સમી ઇવનીંગમાં એસકુલીસીવ બુકનું લોન્‍ચિંગ બેસ્‍પોક આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે સાંજે ૬.૩૦.કલાકે યોજવામાં આવ્‍યું છે.

અત્રે એ યાદ રહે કે અજય ચોધરીની અદભુત કળા પર બોલીવુડ અને હોલિવૂડની મોટી હસ્‍તીઓ આફ્રિન છે. યોગાનુંયોગ આ કાર્યક્રમ ઇન્‍ટરનેશનલ ડે ઓફ હેપી ડે એ યોજાયું છે.

(11:16 AM IST)