<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુક્ષ્મ, લઘુ, મધ્‍યમ ઉદ્યોગ માટે ટર્મ લોન લીધી હોય તો વ્‍યાજ સહાય

જામનગર જિલ્લામાં ૧ વર્ષમાં ૪૦૧ અરજીઓ મંજુરઃ બળવંતસિંહ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંૂધીનગર, તા. ૧૯: વિધાનસભામાં ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ જામનગર જિલ્લાના એમ.એસ. એમ.ઈ. એકમોને વ્‍યાજ સહાય વિશે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્‍યું કે છેલ્લા એક વર્ષમાં જામનગરમાં વ્‍યાજ સહાયની કુલ ૪૦૧ અરજીઓને મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત સરકાર દ્વારા રૂ. ૯,૮૧,૮૩,૦૦૦ જેટલું ચુકવણું કરવામાં આવ્‍યું છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે ઔધોગિક નીતિ-૨૦૨૦ હેઠળ વ્‍યાજ સહાય માટે એવા એમ.એસ.એમ.ઈ. એકમો જેમણે બેન્‍ક અથવા અન્‍ય નાણાંકીય સંસ્‍થા પાસેથી ટર્મલોન મેળવેલ હોય તેવા એમ.એસ.એમ.ઈ. એક્‍ટ-૨૦૦૬ મુજબ સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગની વ્‍યાખ્‍યામાં આવતા તમામ એકમોને આ યોજના હેઠળ સહાય મળે છે. આ યોજનાનો નવા, હયાત અને વિસ્‍તળતિકરણ એકમોને લાભમળે છે.

(2:40 PM IST)