તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સુરતમાં 4.26 કરોડના હીરાની છેતરપીંડીના ગુનામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી મુંબઈથી ઝડપાયો
નુકશાન ભરપાઈ કરવામાં ઓછી કિંમતમાં માલ વેચાણ કરવાથી પોતાના ઉપર દેવું વધતું ગયું: વેપારી સાથે છેતરપિંડી કરી ભાગી ગયો હતો.

સુરતના વરાછા પોલીસ સ્ટેશનના 4.26 કરોડના હીરાની છેતરપીંડીના ગુનામાં 13 વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી પંકજ ઉર્ફે બંટુ ચંદ્રકાંત દવેને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો
આરોપીની પૂછપરછ માં તેણે જણાવ્યું કે, વર્ષ 2008માં મહિધરપુરા ખાતે નવપલ્લવ બિલ્ડીંગમાં હીરાની ઓફિસ રાખી ડાયમંડ લે-વેચ નો ધંધો શરૂ કર્યો હતો. આ દરમિયાન વરાછા તથા મહિધરપુરા હીરા બજારના હીરા વેપારીઓ તથા દલાલો પાસેથી તૈયાર માલ મેળવી બજારમાં હીરા દલાલોને વેચાણ કરતો હતો. જેથી ધંધામાં આશરે એકાદ કરોડની નુકસાની થઇ હોવાથી બજારમાંથી રકમ લઇ તેની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરતા જેમાં માલ વેચાણનું રોટેશન ખોરવાઈ ગયું હતું.
આ નુકશાન ભરપાઈ કરવામાં ઓછી કિંમતમાં માલ વેચાણ કરવાથી પોતાના ઉપર દેવું વધતું ગયું હતું. જેથી પોતે હીરા વેપારીઓને તેમની રકમ ચૂકવી શક્યો ન હતો અને ધીરે ધીરે ઘણા વેપારીઓના પૈસા ન ચૂકવી શકતા આશરે ત્રણથી ચારેક કરોડનું દેવું થઈ ગયું હતું જેથી પોતે વેપારી સાથે છેતરપિંડી કરી ભાગી ગયો હતો.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
