તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
પોલીસનાં નામથી ગુંડાઓ ફફડે તેવો યુગ ફરી આવ્યો... જોજો રાજકારણીઓની પોસ્ટિંગની દખલગીરી ઝુંબેશનું સુરસુરિયું ન કરી નાખે
એક યુગમાં ભરૂચ અને અમદાવાદની ગેંગનો સફાયો કરવામાં મહત્વનો રોલ ભજવનાર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી એક્શન શરૂ કરાવતા લોકોનો વિશ્વાસ વધ્યો અનુપમસિંહ ગેહલોતે રાજકોટ સીપી ઓફિસનાં લીંબડાનો રીઢા ગુનેગારોને સ્વાદ ચખાડાતો તેનું વર્ણન કરતાં ઈશારામાં સમજી ગયેલ પોલિસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી દીધા વડોદરા સીપી નરસિંહમાં કોમારનાં નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીઢા ગુનેગારોને તેમના વિસ્તારમાંથી ઉઠાવી પ્રથમ તેમના વિસ્તારમાં પછી ક્રાઇમ બ્રાન્ચના આગવી ઢબે સરભરા શરૂ કરાવી છે રાજકોટ સીપી વ્રજેશ ઝા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી જગદીશ બાગરવાનાં નેતળત્વમાં અદભુત આયોજન ગોઠવ્યું છે

રાજકોટ, તા.૧૯: ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનું અસ્તિત્વ ન હોય તે પ્રકારની વિવિધ ગેંગો દ્વારા પડકાર ફેંકતા જ ગૃહ મંત્રી સાથે ચર્ચા કરી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ૧૦૦ દિવસનું અલ્ટી મેટમ અપાયાના પગલે વિવિધ જિલ્લાઓ સાથે રાજ્યના મહાનગરમાં તો ભારે ધમધમાટ શરૂ થયો છે. ભૂતકાળમાં ભરૂચ અને અમદાવાદમાં આખી ગેંગનો સફાયો કરનાર અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક જાતે ક્રાઇમ બ્રાન્ચ પોહચી અને ક્રાઇમ બ્રાન્ચનું મહત્વ સમજાવવા સાથે આખી રણનીતિ ઘડી હતી.
અમદાવાદ શહેર ખાતે પણ શષા સ્કીમ અંતર્ગત પસંદ કરવામાં આવેલ તમામ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, જેસીપી સેક્ટર ૦૨ શ્રી જયપાલસિંહ રાઠોડ તથા ડીસીપી ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈની દ્વારા આ શષા સ્કીમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓ ને ખાસ સૂચના કરવામાં આવેલ છે.
અમદવાદ શહેરના ઝોન ૦૬ વિસ્તારના ઈસનપુર પોલીસ સ્ટેશનને શષા સ્કીમ અંતર્ગત હોય, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. જાડેજા, પીએસઆઈ એન.આર.સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા શષા સ્કીમ અંતર્ગત દરરોજ સાંજના કલાક છ વાગ્યાથી રાત્રિના કલાક બાર વાગ્યા સુધી ટીમ સાથે દરરોજ કામગીરી કરી, શષા સ્કીમ અન્વયે અસરકારક કામગીરી શરૂ કરી.
અત્રે એ યાદ રહે કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રાજકોટનાં સીપી ઓફિસનાં લીંબડાનો સ્વાદ ચખાડવાની પ્રચલિત પદ્ધતિ અંગે તથા કેવા માથાભારે લોકોને ભાભરડા નખવેલ તેનું વર્ણન કરી સુરતમા પણ આ પ્રકારની પદ્ધતિ મુજબ જ કામ પોતે લેશે. આટલો ઈશારો સમજી સ્થાનિક પોલીસ dcb/ sog/ PCB રીઢા ગુનેગારો વિરૂદ્ધ એવી ધોસ બોલાવી કે વાત ન પૂછો. કુ વિખ્યાત રાહુલની ગેર કાયદે મિલકતો પર બૂલડોઝર ફેરવી કડડભૂસ કરી નાખતા પોતાની જાતને ખેરખાં સમજતા માથાભારે તત્વો રીતસર ફફડી રહ્યા છે.
વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમર અને તેમની ક્રાઇમ બ્રાન્ચ ટીમો વિવિધ વિસ્તારનામાં પોહચી જે તે વિસ્તારના ડોન સમજતા લોકોને તેમના વિસ્તારમા જ પહોચી કાયદાનું ભાન કરાવ્યું.
રાજકોટ પોલીસ કમિશનરે બ્રજેશ ઝા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી જગદીશ બાંગરવા સહિત આખા રાજકોટના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે એવી તવાઇ બોલાવી છે કે જૂની પેઢીના પોલીસ અઘિકારીઓ અને જૂની પેઢીના લોકોને થયું કે હવે પોલીસનું મોરલ ઊંચું આવ્યું.
પોલીસની આવી કામગીરી યથાવત રાખવી હોય તો રાજકારણીઓ દ્વારા પણ સારા નહિ પણ મારાની નીતિ બદલવી પડશે. Posting માટે વિવિધ રાજનેતાઓ જે અધિકારીઓ ફિલ્ડ માટે ફીટ ન હોવા છતાં ભલામણ કરી Posting કરાવવામાં આવે છે તે પધ્ધતિ જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિત નિમ્ન સ્તરે પોહચી તેનું એક મુખ્ય કારણ છે. મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીએ વગદાર રાજકારણીઓ પર બ્રેક મારવી પડશે. જવાબદાર અધિકારીઓને આવી કોઈ બાબત ન માનવી તેવી સ્પષ્ટ સૂચના આપવામાં નહિ આવે તો આ ઝૂંબેશનું લાંબા ગાળે સુરસુરિયું બની જશે.(૬.ર)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
