News of Wednesday, 19th March 2025
સૌર ઉર્જા માટે ગુજરાત રાજય પ્રથમ ક્રમે
ટેકનીકલ ખામીના લીધે દેશભરના ર૧ હજાર તો ગુજરાતમાં અંદાજે સાડાચાર થી પાંચ હજાર ગ્રાહકોની સબસીડી અટકી પડી

અમદાવાદ સ્થિત ઇસરો કેન્દ્ર દ્વારા જાહેર થયેલ અહેવાલ મુજબ રાજસ્થાન રણ પ્રદેશ હોવાના કારણે સોલાર ઉર્જાનાં ઉત્પાદન માટે સોથી યોગ્ય રાજય માનવામાં આવે છે. પરંતુ ઇસરોના અહેવાલ પ્રમાણે ભારતમાં સોલાર પાવર મેળવવા માટે રાજસ્થાન બીજા ક્રમે આવે છે. જયારે ગુજરાત રાજય પ્રથમ ક્રમે છે.
રર, જાન્યુઆરી ર૦ર૪ ના રોજ નેશનલ પોર્ટલ (MNRE) ની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં ૧ કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મુફત બીજલી યોજના અંતર્ગત ૬૦,૦૦૦ થી ૭૮,૦૦૦ રૂપિયાની સબ-સીડી આપવામાં આવે છે. 2Kwની સિસ્ટમ્સ લગાવો તો ૭૮,૦૦૦ રૂપિયાની સબસીડી મળે છે.
હાલમાં આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફકત ગુજરાતમાં જ ઓગષ્ટ ર૦ર૪ સુધીમાં 4,195MW નાં સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ થઇ ચુકયાં છે. જે ભારતમાં સૌથી વધારે છે. પરંતુ હાલમાં MNRE નાં પોર્ટલમાં એક નવો ટેકનીકલ અડચણ જોવા મળે છે. જેમાં દરેક ગ્રાહકને ઘરે સોલાર ઇસ્ટોલ થયાં પછી સબસીડી તેઓના ખાતામાં જમા થાય છે. પરંતુ પોર્ટલના ટેકનીકલ અડચણને કારણે ભારતમાં કુલ ર૧,૦૦૦ ગ્રાહકની સબસીડી અટકી છે. તેમજ ગુજરાતમાં અંદાજે૪પ૦૦ થી પ૦૦૦ ગ્રાહક સબસીડી પોર્ટલની અડચણ (ડુપ્લીકેટ સીરીયલ નંબર) ને કારણે અટકી છે, જે આ આંકડા આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત કરેલ છે. તેમજ નેશનલ પોર્ટલની સબસીડી REC કંપની દિલ્હી સ્થિત છે. તેના દ્વારા આપવામાં આવેલ છે. તેમજ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે ગ્રાહકોની સબસીડી માર્ચના અંત સુધીમાં આવી જશે.
જો સરકાર હજુ પણ સૂર્ય ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું હશે તો આવા નાના અવરોધોનો નિકાલ તાત્કાલીક ધોરણે કરવો પડશે. સોલાર પેનલ ઘર પર લગાવો અને સબસીડીનો લાભ મેળવો.
જય અંબે ગ્રીન એનર્જી કંપની દ્વારા ઉત્તમ ગુણવતા ધરાવતાં સાધનો તેમજ એન્જીનીયરો દ્વારા આજે જ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવો. સંપર્ક મો. ૯૮૨૫૧ ૫૮૩૩૧
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
