<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રાજકોટ શહેર- જિલ્લામાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાર્યવાહી

ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ ગૃહમાં પ્રશ્‍ન ઉઠાવ્‍યો

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગર તા.19:  સોમનાથના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા દ્વારા તા.31/2/25ની સ્‍થિતિએ અમદાવાદ અને રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલા ઓૈદ્યોગિક એકમો સામે હવા, પાણી, ધ્‍વનિ અને જમીન પ્રદુષણ ફેલાવતા હવાની ફરિયાદો અંગે પુછવામાં આવેલ પ્રશ્‍નના ઉતરમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું કે જે કોઇ ફરીયાદો મળી છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સભ્‍યશ્રીએ આ પરિસ્‍થિતિ મુજબ એક કરતા વધારે ફરિયાદો મળી હોય તેવા એકમો અંગે પુછવામાં આવેલ વિગતો બાબતે મંત્રીશ્રીએ જણાવેલ કે, ફરિયાદો મળી હશે તે બાબતે સંપૂર્ણ ચકાસણી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત આવા પ્રદુષણ ફેલાવો ધરાવતા એકમો સામે મળેલ ફરિયાદોના આધારે જરૂરી ચકાસણી કરી યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે. આમા કોઇપણ એકમોને છોડાશે નહિ.(2.26)

(4:24 PM IST)