<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

શહેર અને જિલ્લામાં ઉનાળાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાનો સિલસિલો યથાવત : કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવી ચડ્યો મહાકાય મગર, લોકોમાં ફેલાયો ફફડાટ

 

 

 

 

 

આઠ થી સાડા આઠ ફૂટનો મહાકાય મગર જોવા મળતા  વન વિભાગની ટીમે સહી સલામત રીતે મહાકાય મગનને રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો 

 

 

 

વડોદરા તા.૧૯

શહેર અને જિલ્લામાં ઉનાળાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં પારુલ યુનિવર્સિટીની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

પૂરના પ્રકોપ વચ્ચે શહેર અને જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા હોવાની અનેક ઘટના સામે આવી હતી. તેવામાં હજી પણ ઉનાળાની ઋતુમાં મગર આવી જતા હોવાનો સિલ સિલો જોવા મળી રહ્યો છે. પાર્કિંગ એરિયામાં મહાકાય મગર જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ખાનગી સંસ્થાના વોલીએન્ટરનો સંપર્ક કર્યો હતો.

આ ઘટનાને લઇ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ શહેરના હેમંત વઢવાણા દ્વારા યસ તડવી અને પ્રાણી ફાઉન્ડેશનના સભ્યો તાત્કાલિક વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની બાજુમાં આવેલા કોમ્પલેક્ષ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા આઠ થી સાડા આઠ ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો હતો. જેથી કરીને વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. બાદમાં સહી સલામત રીતે મહાકાય મગનને રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

(4:27 PM IST)