તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ક્રિકેટના મેદાનને અમે ભગવાનના મંદિર માનીએ છીઐ… શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી બેટ અને બોલને અમે પૂજાના સાધનો માનીએ છીએ. SGVP સૂર્યો સ્પોર્ટસ એકેડેમી દ્વારા GPL 14 ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્ર્રિકેટ ટુર્નામેન્ટ. જેમાં 250 ટીમો અને 3000 પ્લેયર્સ ભાગ લેશે.

અમદાવાદતા.17SGVP ગુરુકુલ સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારાGPL14 ઓલ ઇન્ડીયા
ઓપન નાઇટ ક્ર્રિકેટ ટુર્નામેન્ટ ( લેધર બોલ)નું ઓપનીંગ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે કરવામાંઆવ્યુ હતુ.
આ પ્રસંગે રામસુખદાસજી સ્વામી,એસજીવીપીઇન્ટરનેશનલ સ્કૂલડાઇરેક્ટર,શ્રી ભકતવત્સલદાસજી સ્વામી એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ડાઇરેક્ટર,કુંજવિહારીદાસજી સ્વામી સ્પોર્ટસ ડાઇરેક્ટર,ચેતન માંકડ ગુજરાત ક્રિકેટ એસોસિએશન
હેડ કોચ, ચિંતન ગજા રણજી ટ્રોફી કેપ્ટન,જીમીત પટેલ રણજી ટ્રોફી પ્લેયર,મોની શર્મા તથા રોનક લાલવાણી વગેરે ક્રિક્ટરોનીહાજરીમાં ટ્રોફી અનાવરણ કાર્યક્રમ યોજાયોહતો
આ ટુર્નામેન્ટમાં દિલ્હી, નોઇડા,ચેન્નાઇ,અને ગુજરાત (અમદાવાદ. ગાંધીનગર, વ઼ડોદરા. રાજકોટ, ભાવનગર,સુરત) માંથી 36 ટીમો(જેમાં 24 ટામો પ્લેટગ્રુપ અને 12 ટિમો એલાયટ ગ્રુપ છે) ભાગ લઇ રહી છે.
પ્રથમ ખોડીયાર ઇલેવન અને રાઘવક્રિકેટ ઇલેવન વચ્ચે રમાયેલ મેચમાં રાઘવ ક્રિકેટ ઇલેવનનો સાત વિકેટે વિજ્ય થયો છે.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલકે ક્રિકેટના મેદાનને અમે મંદિર માનીએ છીએ અને હબેટ અને બોલને પૂજાના સાધનો માનીએ છીએ.રમતવીરોને અમે પુજારી માનીએ છીએ.
આ ટુર્નામેન્ટમાં પ્રખ્યાત iPL અને રણજી ખેલાડીઓ તેમના શાનદાર પ્રદર્શનથી ટુર્નામેન્ટ યાદ ગાર બનાવશે.આ ટુર્નામેન્ટ 80 દિવસ ચાલશે. જેમાં ગુજરાતમાંથી 35 ટીમો ભાગ લેશે.કુલ 250 ટીમો ભાગ લેશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
