તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
મહીસાગરના કોયડમમાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ
વિજિલન્સની ટીમની તપાસમાં બહાર આવી હતી ક્ષતિ: 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજમાં ક્ષતિ ખુલી :8 કોલેજને સુવિધાઓના અભાવને કારણે નોટિસ ફટકારાઇ

મહીસાગરના કોયડમમાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તપાસ કરી હતી. અત્રે જણાવીએ કે, 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજમાં ક્ષતિ બહાર આવી હતી. ત્યારે 8 કોલેજને સુવિધાઓના અભાવને કારણે નોટિસ આપવામાં આવી હતી
આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે કોયડ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. કોલેજ સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર હવે કોયડમ આયુર્વેદિક કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે
આયુર્વેદિક કોલેજ કોયડમના સિનિયર પ્રોફેસર જીગ્નેશ કટારાએ કહ્યું કે, ''મહિસાગરના વિરપુરમાં આવેલી કોયડમ ધનવંતરી આયુર્વેદિક કોલેજની માન્યતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવી છે. અમારી કોલેજની કેટલીક ક્ષતિઓ હતી જેના કારણે માન્યતા રદ કરવામાં આવી છે તેમજ સમય આપવામાં આવ્યો છે તે સમયમાં જે ક્ષતિઓ દૂર કરવામાં આવશે તો ફરી માન્યતા આપવામાં આવશે''
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
