<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

હવે ફરી તાપમાનનો પારો ઊંચકાશે : 3 દિવસ બાદ ગરમીનું જોર વધશે : હવામાન વિભાગની આગાહી

ફરી એકવાર ગરમીનો પારો ઉચકાશે :પવનોની દિશા બદલાતા 22 માર્ચથી ગરમીનું જોર વધશે.

અમદાવાદ :રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ પ્રચંડ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે. જે મુજબ 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધશે.

  ગુજરાતમાં 3 દિવસ બાદ ગરમીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા 22 માર્ચથી ગરમીનું જોર વધશે. 19થી 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધ-ઘટ થશે. 22 માર્ચથી મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 36થી 37 ડિગ્રી રહેશે. ગતરોજ રાજકોટમાં સૌથી વધુ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું.

  તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

 

ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.

ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.

ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.

ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ

તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.

હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.

બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.

હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.

બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.

તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો

(6:52 PM IST)