તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધાનો થશે પ્રારંભ :ટ્રાયલ શરૂ :અમદાવાદ અને ગાંધીનગરના લોકોને મળશે ફાયદો
ટ્રાયલ સફળ થયા બાદ ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનની સેવા સચિવાલય સુધી શરૂ કરવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનની સુવિધા સચિવાલય સુધી મળશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સચિવાલય સુધી મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ સફળ થયા બાદ ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનની સેવા સચિવાલય સુધી શરૂ કરવામાં આવશે.
સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સેવા શરૂ થવાથી ગાંધીનગરના સેક્ટર 1 થી સચિવાલય સુધીનું અંતર ખૂબ જ ઓછું થઈ જશે. આ સેવા શરૂ થવાથી, ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે. આ સમાચારથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેટ્રો ટ્રેનની આ સુવિધા શરૂ થવાથી, લોકોને ખૂબ જ ફાયદો થશે.
અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન દોડી રહી છે.
મેટ્રો માટે નર્મદા કેનાલ પર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ. મી અંતર 65 મિનિટમાં કપાશે અને ભાડું માત્ર રૂપિયા 35 છે.
મેટ્રો ફેઝ-3નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે.
આ રૂટ પર મોટેરા સ્ટેડિયમ, કોટેશ્વર રોડ, રાણીપ, વાડજ, ગાંધીગ્રામ, શ્રેયસ, પાલડી, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, સેક્ટર-1 સ્ટેશન સહિત કુલ 20 સ્ટેશન હશે.
હાલ આ મોટેરાથી ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડે છે
1). જીએનએલયુ
2). પીડીઇયુ
3). ગિફ્ટ સિટી
4). રાયસણ
5). રાંદેસણ
6). ધોલાકુંઆ સર્કલ
7). ઇન્ફોસિટી
8). ગાંધીનગર સેક્ટર-1
જેઓ અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતાં થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે, જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે.
અમદાવાદની મેટ્રો સવારે 6:20 વાગ્યે શરુ થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો સવારે 7:20થી શરુ થાય છે અને સાંજે 7:20 સુધી કાર્યરત રહે છે. પરંતુ અમદાવાદ મેટ્રોની જેમ જ આવનાર દિવસોમાં આ રૂટને પણ ટ્રાફિક મળશે ત્યારે ઓછા સમયમાં અને મોડે સુધી ટ્રેન મળી શકે તેની સંભાવના છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
