તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ભેંસોનું ટોળુ રેલવે ટ્રેક પર આવી જતા આઠ ભેંસોના મોત નીપજ્યા

વલસાડ,તા.૧૯
વલસાડમાં એક કરૃણ ઘટનામાં ભેંસોનું ટોળુ રેલવે ટ્રેક પર આવી જતા આઠ ભેંસોના મોત નીપજ્યા હતા. અચાનક આ ભેંસોનું ટોળુ ટ્રેનની અડફેટે આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે બન્યો હતો. જેમાં બ્ંદ્રા બિકાનેર એક્સપ્રેસ ટ્રેન સાથે ભેંસોનું ટોળુ અથડાયું હતું.જેમાં ટ્રેનની અડફેટે આવી જતા આઠ ભેંસો મોતને ભેટી હતી. આ બનાવની જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ બનાવને પગલે રેલવે વ્યવહારને પણ અસર થઈ હતી. જેને પગલે મુંબઈ-અમદાવાદ ટ્રેક ઉપર ૩૦ મિનિટ સુધી તમામ ટ્રેનો મોડી પડી હતી.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
