તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સુરતમાં સતત બીજા દિવસે માથાભારે તત્વોની મિલકતનું ડિમોલીશન
ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝરઃપોલીસે ડિમોલીશન માટે સુરત પાલિકાની મદદ લીધી હતી

સુરત,તા.૧૯
સુરતમાં ગઈકાલે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનની કામગીરી કર્યા બાદ આજે નાનપુરા જમરૃખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરી હતી.
અમદાવાદમાં માથાભારે તત્વોની હરકત બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કામગીરી થઈ રહી છે. ગઈકાલે આજે નાનપુરા જમરૃખ ગલીમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ડિમોલીશન માટે સુરત પાલિકાની મદદ લીધી હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોને સજ્જુ કોઠારીનાં મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલીશન હાથ ધર્યું હતું.
આ પહેલાં માર્ચ ૨૦૨૨માં સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં લાંબા સમયથી મુકાયેલી લાઈન દોરીનો અમલ આજે મ્યુનિ. તંત્રએ અમલ કર્યો હતો. જેમાં નાનપુરા જમરૃખ ગલીમાં લાઈન દોરીના અમલમાં માથાભારે ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મિલકત આવતી હોય તેના ડિમોલિશનની કામગીરી કરી હતી.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
