તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે
જનરલના ૩ કોચ અને એસએલઆરડીના ૨ કોચની ટ્રેન ચાલી રહી છે

અમદાવાદ,તા.૧૯
૧૪મી મેથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઈલી ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવામાં આવશે,મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં ત્રણ વધારાના કોચ કાયમી ધોરણે લગાવવાનો નિર્ણય લીધો છે. જનરલના ૩ કોચ અને એસએલઆરડીના ૨ કોચની ટ્રેન ચાલી રહી છે
૦૧-ટ્રેન નંબર ૨૨૯૫૮ વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં ૦૧.૦૩.૨૦૨૫ થી કુલ ૧૮ કોચ સાથે ચાલી રહી છે જેમાં સેકન્ડ એસીનો કોચ, થર્ડ એસીના ૪ કોચ, સ્લીપરના ૮ કોચ, જનરલના ૩ કોચ અને એસએલઆરડીના ૨ કોચની ટ્રેન ચાલી રહી છે.
૦૨-૧૪.૦૫.૨૦૨૫ થી ત્રણ વધારાના કોચ (૦૧ સેકન્ડ એસી, ૦૧ થર્ડ એસી અને ૦૧ જનરલ કોચ) લગાવ્યા બાદ, ઉપરોક્ત ટ્રેન વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી (૨૨૯૫૮)માં કુલ ૨૧ કોચ હશે જેમાં સેકંડ એસીના ૦૨ કોચ, થર્ડ એસીના ૫ કોચ, સ્લીપરના ૮ કોચ, જનરલ ના ૪ કોચ અને એસએલઆરડીના ૨ કોચનો સમાવેશ થશે.
૦૩-ટ્રેન નંબર ૨૨૯૫૭ ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી હાલમાં, ૦૧.૦૩.૨૦૨૫ થી સેકન્ડ એસીનો ૦૧ કોચ, થર્ડ એસીના ૪ કોચ, સ્લીપરના ૮ કોચ, જનરલના ૩ કોચ અને એસએલઆરડીના ૨ કોચ સહિત કુલ ૧૮ કોચ ની ટ્રેન ચાલી રહી છે.
૦૪-૧૫.૦૫.૨૦૨૫ થી ત્રણ વધારાના કોચ (૦૧ સેકન્ડ એસી, ૦૧ થર્ડ એસી અને ૦૧ જનરલ કોચ) લગાવ્યા પછી, ઉપરોક્ત ટ્રેન ગાંધીનગર કેપિટલ - વેરાવળ સુપરફાસ્ટ ડેઇલી (૨૨૯૫૭) માં કુલ ૨૧ કોચ હશે જેમાં સેકંડ એસીના ૦૨ કોચ, થર્ડ એસીના ૫ કોચ, સ્લીપરના ૮ કોચ, જનરલ ના ૪ કોચ અને એસએલઆરડીના ૨ કોચનો સમાવેશ થશે.
૦૫-ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
