તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા
ઢોરવાડા ખાતે થતી ગંદકી સામે લાલ આંખ :ઢોરવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ ગંદકી જોવા મળતા દરેક ઢોરવાડાના માલિક પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી

વડોદરા,તા.૧૯
વડોદરા શહેરના અટલાદરા, ભીમ તળાવ ખાતે આવેલા અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે ખદબદતી ગંદકી અંગે દંડ વસૂલવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી હતી.
શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ ગેરકાયદે ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે થતી ગંદકી સામે લાલ આંખ કરી છે.
જે અંતર્ગત આજે અટલાદરા, ભીમ તળાવ ખાતે અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીંના કેટલાક ઢોરવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ ગંદકી જોવા મળતા દરેક ઢોરવાડાના માલિક પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વોર્ડ નંબર૧૧ તથા ૧૨માં આવેલા ચામુંડા નગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો જ્યારે ભીમ તળાવ વિસ્તારમાં સાત વાડા તોડી ૭૦૦૦ રૃપિયા દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. દંડ કરાયેલાઓમાં પ્રદીપ ગભુલાલ માચી (ચામુંડા નગર, ભીમ તળાવ, અટલાદરા), ગેલા દેહુર ભરવાડ, પ્રવીણ સોરઠીયા, અનુપ ગભરા ભરવાડ, ધુડા દેહુર ભરવાડ, વિજય ભોપા ભરવાડ, પેથુ જેકસન ભરવાડ, લાલા ભોજા ભરવાડ જેમાં ચામુંડા નગરમાં ૨૦૦૦ તથા ભીમ તળાવમાં ૭૦૦૦ મળી કુલ રૃપિયા ૯૦૦૦ના દંડ વસૂલ કરી અને આઠ ઢોરવાડા તોડી પાડ્યા છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
