તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
આરબ ટેકરા નવી નગરી માં ઝાડા ઉલ્ટીનો એક કેશને નિકળતા આરોગ્ય વિભાગે જરૂરી પગલા લીધા
હાલ રમઝાન મહિનો ચાલતો હોય એક યુવતીના મોતને પગલે નવીનગરી વિસ્તારમાં ચેકીંગ શરૂ:139 ઘરોમાં રહેતા 662 લોકોની તપાસ સાથે 28 જેટલા પાણીના ટેસ્ટ કરતા સમગ્ર નેગેટિવ આવતા હાશકારો

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાના આરબ ટેકરા નવી નગરી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી સાઈન અલ્લારખાઇ સીદીને અચાનક ઝાડા, ઊલટી થતા તેને સારવાર માટે રાજપીપળા સિવિલમાં લઈ જવામાં આવી જ્યાં તેની સારવાર દરમ્યાન મોત નીપજતા ઝાડા ઉલ્ટીના શિકાર દર્દીનું મોત ની જાણ થતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ એક્શન માં આવી એક ડોક્ટર સહિત 20 જેટલા પરમેડિકલ ની ટીમો આરબ ટેકરા નવીનગરી ખાતે સર્વે સહિત ચકાસણી માટે લાગી ગઈ હતી. એપેડેમિક ઓફિસર ડો.આર.એસ.કશ્યપ, ડો.સુબોધ સહિત અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
એપેડેમિક ઓફિસર ડો આર.એસ કશ્યપે જણાવ્યું હતું કે ઝાડા ઉલ્ટીના એક કેશને લઈને આરબ ટેકરા સમગ્ર ઘરોમાં પાણી સેમ્પલ લઈ ક્લોરિનેશનનું કામગીરી કરવામાં આવી 139 ઘરોમાં કોઈને તકલીફ હોય એવા લોકોની તપાસ પણ કરી છે. 662 લોકોની વસ્તી છે. આ વિસ્તારમાં 24 બોક્ષ ORS ના પેકેટની વહેચણી કરવામાં આવી અને 28 ઘરોમાંથી પાણી લઈ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જે સમગ્ર નેગેટિવ નીકળતા આખા વિસ્તારમાં કોઈને અસર જોવા મળી નથી. કોઈ ચિંતા જનક બાબત નથી.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
