<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

તિલકવાડાના ૧૦ ગામમાંથી દૂધ ઉઘરાવી જતા ટેમ્પો વાળા દૂધ ચોરી કરતા ખેડૂતોએ કર્યું સ્ટિંગ ઑપરેશન

ઘણા દિવસોથી ખેડૂતોને શંકા જતા કેટલાક ખેડૂતોએ વોચ રાખી તો ડ્રાઈવર કંડકટર દૂધના કેનોમાંથી દૂધની ચોરી કરી અંદર પાણી નાંખી દેતા હોવાનું બહાર આવ્યું:કેટલાક ખેડૂતોએ દૂધ ચોરીનું સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં કેટલીક બોગસ મંડળીઓની અવાર નવાર ફરિયાદો ઉઠવા પામી છે અને તેમાં કેટલાક મોટા માથાઓની મિલીભગત પણ સામે આવી હતી ત્યારે હાલમાં દૂધ મંડળીઓમાંથી ભરાતા દૂધની ચોરીની ઘટના સામે આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા

    મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના દસેક ગામોની દૂધ મંડળીઓમાંથી એક ટેમ્પોમાં દૂધ ઉઘરાવી આ દૂધ વોરા ગામના ચિલિંગ પ્લાન્ટ ઉપર લઈ જવાતું હોય છે પરંતુ આ દસ ગામોમાંથી દૂધ ઉઘરાવતા વેળા અમુક અમુક કેન માંથી પાંચ સાત લિટર દૂધ કાઢી અંદર પાણી રેડી આ ચોરી કરેલું દૂધ કોઈક ખેડૂત ના નામે ભરાતું હોય અને તેના રૂપિયા રોકડા કરી લેતા હવાનું જાણવા મળ્યું છે ત્યારે આ દૂધ ભલે ડ્રાઈવર કંડકટર ચોરી કરતા હોય પણ આમાં કોઈ મોટા માથાંની પણ સંડોવણી હોવાની ખેડૂતોને શંકા છે.ત્યારે આ બધું દૂધ ભેગું કરીને બરોડા ડેરી માં જતું હોય છે પરંતુ આ રીતે અમુક લિટર દૂધ ની ચોરી કરી અંદર પાણી ઉમેરતા આ ભાંડો ફૂટ્યો છે ત્યારે હવે આ મુદે જીણવટભરી તપાસ કરી કડક પગલા લેવાઈ તેવી ખેડૂતો ની માંગ છે.
આ મુદ્દે તિલકવાડા પોલીસ મથકના પીઆઇ એસ. કે.ગામીત મેડમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હા આ દૂધ વાળો મામલો આવ્યો હતો પરંતુ ખેડૂતો એ એમ જણાવ્યું કે ટેમ્પો જપ્ત થયા તો દૂધ બગડી જાય માટે અમારે ફરિયાદ નથી કરવી અમે જે તે ડેરી માં આ બાબત ની જાણ કરીશું.

(11:13 PM IST)