<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ધારીખેડા સુગર પાસે દૂધ લેવા ગયેલા વ્યક્તિની બાઇકને ફોર વ્હીલ ચાલકે અથડાતા ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેકટરી પાસે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ કરી ફોર વ્હીલ ચાલક પોતાનું વાહન લઈ નાશી જતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતોં

   મળતી માહિતી અનુસાર ઇજા પામનાર ભીમભાઈ ઉમારામ ચૌધરી.(ઉં.૫૦) પોતાની હીરો હોન્ડા કંપનીની સુપર સ્પેલેન્ડર મો.સા. નંબર GJ-22-D-1703 લઇ ધારીખેડા સુગર ફેકટરી ખાતે દુધ લેવા માટે જતા હતા અને હાઇવે રોડ ક્રોશ કરતા હતા તે વખતે ધારીખેડા સુગર ફેકટરીથી આગળ રાજપીપલા અંકલેશ્વર રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી Gj-22-A-1627 ની પૂર ઝડપે આવતા ઇજા પામનારની મો.સા. સાથે અથાડી દેતા તેઓ મો.સા. સાથે રોડ ઉપર પડી જતા માથામાં તથા કાનના ભાગે ગંભીર ઇજા તથા છાતીમાં જમણી બાજુ આવેલ પાંસળીમાં તેમજ ડાબી હાંસળીના ભાગે ફ્રેકચરની ઇજા તેમજ કપાળ તથા નાક ઉપર ઇજા પહોંચાડી ફોર વ્હીલ ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇ નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:14 PM IST)