તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
દેડિયાપાડા, સાગબારા પો.સ્ટે.ના પ્રોહી.ના ગુનાના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી એલસીબી નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનાના વોન્ટેડ આરોપીઓને નર્મદા એલસીબી ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે
મળતી માહિતી અનુસાર પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કામગીરી કરવા આપેલ સૂચના ના આધારે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., આર.જી ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા એ.એસ.આઈ વિજયભાઈ ગુલાબસીગ, વિશાલભાઈ મહેશભાઈની બાતમી હકીકત મેળલ કે દેડીયાપાડા પો.
સ્ટે. ના પ્રોહીબીશન ના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ દિનેશભાઈ દિપસીગભાઈ વસાવા( રહે.સોલીયા તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાને રાજપીપળા વડીયા જકાતનાકા ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે સાગબારા પો.સ્ટેના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પણ એલસીબી નર્મદા ટીમે ઝડપી પાડ્યો હતો
જેમાં સાગબારા ના પ્રોહીબીશન ના ગુનામાં વોન્ટેડ કિશોરભાઈ શિવાનંદ ચૌધરી( રહે. સેન્ટ્રલ બેંકની ગલી ખાપર, તા. અક્લકુવા, જી. નંદુરબાર, રાજ્ય. મહારાષ્ટ્ર )એ ખાપર બજારમાં ફરતો હોવાની માહીતીના આધારે તેની તપાસ કરતા તે ખાપર, તા. અલકુવા, જી. નંદુરબાર ખાતેથી મળી આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
