તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 20th March 2025
રાજયમાં લીંબુનો ઊંચો ભાવ દામનગરમાં 3 હજાર સુધી બોલાયો : જાણો અન્ય 14 યાર્ડના ભાવ
ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 193.24 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 193.24 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) દામનગર માર્કેટ યાર્ડમા 3100 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2400 રૂ. અને નીચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો હતો.
આ સિવાય ગોંડલ અને વઢવાણમાં 3 હજાર રૂ., દાહોદમાં 2800 રૂ., પોરબંદરમાં 2600 રૂ., નવસારીમાં 2500 રૂ., મહેસાણામાં 2400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 155 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 193.24 ટન લીંબુની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)સુરત81અમદાવાદ59.2રાજકોટ34.38ખેડા7.8મોરબી2.7પોરબંદર2.1સુરેન્દ્રનગર1.3મહેસાણા1.2ભરૂચ1નવસારી1દાહોદ0.85વડોદરા0.7અમરેલી0.01કુલ આવક193.24
કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?
દામનગર23003100ગોંડલ4003000વઢવાણ25003000દાહોદ20002800પોરબંદર24002600નવસારી18002500મહેસાણા20002400પાદરા22002400રાજકોટ10002400અમદાવાદ12002200અંકલેશ્વર12002200મોરબી15002200સુરત7002200નડિયાદ10001200
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
