<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

સુરતમાં 6 વર્ષ અગાઉ મહિલાની હત્યા અને લૂંટ કરી નાસી જનાર આરોપી ઉતર પ્રદેશથી ઝડપાયો

ખૂન અને લૂંટ કરી નાસી ગયેલા આરોપીને લાલગેટ પોલીસની ટીમે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં 6 વર્ષ અગાઉ વર્ષ 2019માં એક મહિલાનું ખૂન કરી લૂંટ કરી નાસી ગયેલા આરોપીને લાલગેટ પોલીસની ટીમે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ ગત તા.7/02/2019 ના રોજ પોલીસ કંટ્રોલરૂમને એક મહિલાને ચપ્પુ મારેલાનો કોલ મળ્યો હતો. જે આધારે પોલીસે તપાસ કરતા સૈયદપુરા સ્થિત કાંકરા શેરીમાં રહેતી 40 વર્ષીય વિધવા મહિલા રહેમત ઉર્ફે રેશમા કૃષ્ણકાંત શાસ્ત્રીને કોઈ અજાણ્યા ઇસમો લૂંટ કરવાનાં ઇરાદે ગળાના ભાગે તીક્ષણ હથિયારથી ખૂન કરી નાસી ગયેલાની ફરિયાદ દાખલ થઇ હતી

આ ગુનાની તપાસ દરમ્યાન અગાઉ આરોપી મોહમદ અહેમદ ઉર્ફે બીસમિલ્લાહ ઉર્ફે બિસુ આલમખાન અને ગુલેસતાર ઉર્ફે સાહિલ અશરફઅલી અન્સારી પકડાઈ ગયા હતા અને તેઓની પૂછપરછમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી નફીસ રફીક સિદ્દીકીની સંડોવણી ખુલી હતી ત્યારબાદ અવાર નવાર તપાસ કરતા આરોપી નફીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો

દરમ્યાન લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી ઉતરપ્રદેશના ગોરખપુર જિલ્લાના કરંજાવા ગામે રહી ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી આધારે તત્કાલિક ટીમ ઉતરપ્રદેશ મોકલી વેશ પલટો કરીને આરોપી નફીસ રફીક સિદ્દીક (ઉ.26) ને ઝડપી પાડ્યો હતો

(12:26 AM IST)