<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

સુરતમાં ખાડીની સાફ સફાઈની કામગીરી વખતે ક્રેન નમી પડતા એક શ્રમિકનું મોત: એક ઘાયલ

ખરવર નગર પાસે ખાડીની સાફ સફાઈની કામગીરી દરમ્યાન વજનદાર સળિયો ઉઠાવતા ક્રેન નમી પડી

સુરતના ઉધના સ્થિત ખરવરનગરમાં ખાડીની સાફ સફાઈની કામગીરી દરમ્યાન ક્રેન નમી પડી હતી આ ઘટનામાં બે શ્રમિકોને ઈજા થઇ હતી જેમાં એકનું મોત થયું છે જયારે એકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉધના સ્થિત ખરવર નગર પાસે ખાડીની સાફ સફાઈની કામગીરી થઇ રહી હતી એ દરમ્યાન વજનદાર સળિયો ઉઠાવતા ક્રેન નમી પડી હતી જેના કારણે બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક શ્રમિકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રામ સુભાષ બાલગોવિંદ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના લખીનપુર જિલ્લાના છે. તેમના પરિવારમાં પત્ની માતા-પિતા અને ત્રણ બાળકો છે જે વતન રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જયારે ઈજાગ્રસ્ત યુવકનું નામ મંટુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(12:44 AM IST)