<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

અમદાવાદના સાબરમતીમાં 15 વર્ષ પહેલા ગોળીબાર કરી ડબલ મર્ડર કરનાર 2 આરોપી રાજસ્થાન-મધ્યપ્રદેશથી ઝડપાયા

2009 માં પ્રબોધ રાવલ બ્રિજ પાસે ધોળા દિવસે ગોળીબાર કરી આરોપીઓએ બે જણાની સરેઆમ હત્યા કરી બન્ને ફરાર હતા

અમદાવાદના સાબરમતીમાં 15 વર્ષ પહેલા પ્રબોધ રાવલ બ્રિજ પાસે જાહેરમાં ફાયરીંગ કરીને ડબલ મર્ડર કરનાર 2 આરોપીને પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પકડી પાડ્યા છે. 2009 માં પ્રબોધ રાવલ બ્રિજ પાસે ધોળા દિવસે ગોળીબાર કરીને આરોપીઓએ બે જણાની સરેઆમ હત્યા કરી હતી. હત્યા બાદ બન્ને ફરાર હતા. પોલીસે રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી આરોપીને વેશપલટો કરીને પકડી પાડ્યા છે.

(12:46 AM IST)