તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 20th March 2025
અમદાવાદના શહેરકોટડામાં અસામાજીક તત્વોના વીજ જોડાણ કાપી ગેરકાયદે મકાન તોડી પડાયા
જી.એમ.કંપાઉન્ડનાં છાપરા સરસપુર ખાતેનાં મકાનોમાં કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદમાં અસામાજિક તત્વો વિરૂધ્ધ શહેરકોટડા પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. અયુબ ઉર્ફે પતલી કુરેશી અને સોએબ કુરેશી સામે કાર્યવાહી કરાઈ છે. બન્ને આરોપીઓ શરીર અને મિલ્કત સંબંધી ગુનામાં સામેલ છે. બન્નેનાં ઘરમાં ગેરકાયદે વીજજોડાણ હોવાનું ખુલ્યું છે.
આ ઉપરાંત સરકારી જમીન પર મકાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જી.એમ.કંપાઉન્ડનાં છાપરા સરસપુર ખાતેનાં મકાનોમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજજોડાણ કપાવી ગેરકાયદેસર મકાનો તોડી પડાયા છે. અન્ય એક અરબાજ ઘાંચી નામનાં આરોપી સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઘરમાં ગેરકાયદે વીજજોડાણ કાપી વીજચોરીની ફરિયાદ નોંધાઈ છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
