<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ મોટી ઝુંબેશ :પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી : કાર્યવાહી શરૂ

આવનારા દિવસોમાં 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નખાશે

અમદાવાદ : પોલીસે રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ, ગુજરાત પોલીસે 7612  આરોપીઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી ગુનેગારો, 179 માઇનિંગ અને 545 અન્ય અસાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરાયું છે. 

  અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7, મોરબીના 12 સહિત 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે. 10 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા છે. 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. 81 વીજ ચોરી કરતા કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરશે.

 

(1:01 AM IST)