તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
ઓરિસ્સાના ગંજીમમાં સુરત sog નાં વિશેષ ઓપરેશનમાં ગાંજા સપ્લાયનો રાજ્યનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
૫૦ કલાક પછી પોલિસને ફૂલ એક્શન મોડમાં મૂકતા સુરત સીપી અનુપમસિહ ગેહલોત ૫ વર્ષથી વોન્ટેડ. સીપી સાથે ડીસીપી રાજદીપસિહ નકુમની ચર્ચામાં નામ ઝળક્તા પીઆઇ અશોક ચોધરી ટીમે ૧૮૦૦ કિમી અંતર કાપી સફળતા મેળવી

રાજકોટ તા.૨૨ મુખ્ય પોલીસ વડા દ્વારા ૧૦૦ કલાકમાં રીઢા , વોન્ટેડ ગુનેગારોની યાદી આપવાની સૂચનામાં સુરત પોલીસ જાણે બે ડગલાં આગળ ચાલી રહી હોય તેમ વિવિધ અભિયાનનું સીપી વતી સંકલન સંભાળતા pcb પીઆઇ આર.એસ. સુવેરા ટીમ દ્વારા એક પત્રકાર સહિત ૧૭ ને પાસા અને ૧૬ને તડીપાર કરી સંતોષ માનવાને બદલે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શનમાં એસ. ઓ.જી દ્વારા ગાંજા સહિત નર્કોટીકસનાં ગઢ જેવા ઓરિસ્સાના ગંજીમ જિલ્લામાં ખાસ ઓપરેશન હાથ ધરી મુખ્ય સપ્લાયર આરોપી બલારામને ઝડપી લેવામાં સફળતા મળી છે.
જે સુચના અન્વયે સુરત શહેર એસ.ઓ.જી.ના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમ્યાન ASI જલુભાઇ મગનભાઇ તથા HC રામજીભાઇ મોહનભાઇ નાઓને બાતમી મળતા તાત્કાલીક એસ.ઓ.જી.ની ટીમ બનાવી આશરે ૧૮૦૦ કી.મી.નુ અંતર કાપી ઓરીસ્સા રાજ્યના ગંજામ ખાતે પહોચી સ્થાનીક પોલીસની મદદ મેળવી આરોપી બલરામ ઉર્ફે બકા S/O વળંદાવન મોહંતી રહે.મઠ બ્રહ્મપુર થાણા-કોડલા જી.ગંજામ ઓરીસ્સાવાળાને દબોચી લીધેલ છે.
મજકુર આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, આજથી ત્રણેક વર્ષ પહેલા સુરત એસ.ઓ.જી.એ (૧) કાલીયા ઉર્ફે રામ S/૦ ગોબિંદા પહાન (૨) હનુમાન S/O ગોપીનાથ બહેરા (૩) પ્રતિમા W/O હનુમાન બહેરા ઉ.વ.૪૭ (૪) કલ્પના W/O બુલ્લા જનાર્દન સ્વાંઈ નાઓને પકડી ગાંજાનો જથ્થો કુલ્લે વજન ૩૯ કિલો ૯૨૦ ગ્રામ કિં.રૂ.૩,૯૯,૨૦૦/- નાનો પકડી પાડેલ હોય જે ગુનામાં ગાંજાનો જથ્થો ઓરીસ્સા ખાતેથી પોતે મોકલી આપેલ હોવાની હકીકત જણાવેલ.
જેથી મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મહિધરપુરા પોલીસને સોપવા તજવીજ હાથ ધરેલ છે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
