<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

સુરતના કામરેજ ચાર રસ્તા પાસે ગોડાઉનમાં આગ ભભૂકી :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

આગના કારણે ગોડાઉનમાં રહેલા માલ સામાનને નુકશાન પહોંચ્યું

સુરતના કામરેજ ચાર રસ્તા પાસે આવેલા એક ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઠંડા પીણા, સાબુ પાઉડર સહિતની વસ્તુઓ ગોડાઉનમાં હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના નવા ગામની હદમાં કામરેજ બસ સ્ટેન્ડ પાસે આવેલા ચોકલેટ, ઠંડા પીણા અને સાબુ પાઉડર રહેલા ગોડાઉનમાં રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બીજી તરફ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગના કારણે ગોડાઉનમાં રહેલા માલ સામાનને નુકશાન પહોંચ્યું હતું

(1:30 PM IST)