<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ગરમીમાં શેકાવા તૈયાર રહેજો :આગામી ચાર દિવસમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે

હવામાન વિભાગે ગરમીને લઇને આગાહી કરી:આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે

અમદાવાદ :આગામી દિવસોમાં ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે ગરમીને લઇને આગાહી કરી છે.. જે અનુસાર આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આગામી ચાર દિવસમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાનું અનુમાન છે. રાજ્યમાં સૌથી વધું તાપમાન રાજકોટમાં નોંધાયું છે.. રાજકોટમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડીગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

   તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.

(10:34 PM IST)