<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ગુજરાતમાં આજે ધો.12 વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેઃ 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા

6549 બ્લોકમાં લેવાશે પરીક્ષાઃ રાજ્યમાં 35 કેન્દ્રો પર પરીક્ષાનુ આયોજન કરાયું

અમદાવાદઃ  આજે રાજ્યભરના અનેક સેન્ટરોમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. ધો.12 વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ માટે અંગે યોજાનાર ગુજકેટ પરીક્ષા અંતર્ગત આજે 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા માટે રાજ્યમાં 35 કેન્દ્રો પર પરીક્ષાનુ આયોજન કરાયુ છે. 638 સ્કૂલ અને 6549 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
આ પરીક્ષાને લઈને બોર્ડે કેટલાક કડક નીતિ-નિયમો પણ બનાવ્યા છે વિદ્યાર્થીઓ-સુપરવાઈઝર સહિતના માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ સાદું કેલ્ક્યુલેટર, કાળી શાહીવાળી પેન અને હોલટિકિટ સિવાય અન્ય વસ્તુ લઇ જશે તો ગેરરીતિ ગણાશે! વિદ્યાર્થીઓએ હોલટિકિટ સાથે ID પ્રૂફ તરીકે આધારકાર્ડ, લાઇસન્સ કે ધો.12ની હોલટિકિટ સાથે રાખવી ફરજિયાત હોવાનું બોર્ડે જણાવ્યું છે. આ પરીક્ષા સવારે 10.00 કલાકથી બપોરના 16.00 કલાક દરમિયાન જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
NCERT આધારિત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2025ની પરીક્ષા માટે રહેશે તેવું બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવાયું છે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે.
મહત્વની વાત છે કે, OMR આન્સર શીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. જે માટેની OMR આન્સર શીટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

(11:19 AM IST)