<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ગુરુકુલમાં રહીને તમે જે સંસ્કાર મેળવ્યા છે તેજાળવી રાખજો.

અને માતાપિતાની સેવા કરજો :-શાસ્ત્રી માધવપ્રિયદાસજજી સ્વામી---SGVP હોસ્ટેલમાં રહેતા ધો10 અને ધો.12ના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો.

અમદાવાદ : SGVP હોસ્ટેલમાં રહેતા ધો10 ના 70 વિદ્યાર્થીઓ અને ધો.12ના40 વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા હોસ્ટલ સંચાલક શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામીની  આગેવાની નીચે અને  શાસ્ત્રી માધવપ્રિયદાસજજી સ્વામી ની ઉપસ્થિતિમાં  સમાવર્તન સંસ્કાર યોજાયો હતો.
આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે તમે ગુરુકુલમાં રહીને જે સંસ્કાર મેળવેલ છે તે જાળવી રાખજો.માતા પિતાની આજ્ઞામાં રહેજો.અને તેની સેવા કરજો.ગમે તેવી મુશ્કેલી આવે તોપણ  મૂંજાશો નહી ધીરજ રાખજો.ભગવાનને ભૂલશો નહીં. ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી કોઇ મુશ્કેલી પડતી નથી. સંસ્થામાં તમે ઘણા વરસો રહીને સંસ્કાર સાથે વિદ્યાભ્યાસ કર્યો છે તે માતૃતુલ્ય સંસ્થાને અને સંતોને ભૂલશો નહી.

(11:24 AM IST)