<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

અમદાવાદ માણેકચોક રાત્રી ખાણી પીણી બજાર પાસે દુકાનોમાં આગ લાગી

ફાયર બ્રિગેડની 2 ગાડી જવાનો સાથે ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી

અમદાવાદ માણેકચોક રાત્રી ખાણી પીણી બજાર પાસે દુકાનોમાં આગ લાગી હતી.  રાજેન્દ્રકુમાર જેસંગભાઈ એન્ડ પીતાંબર પૂજાના વસ્ત્રો અને ઉપકરણોની દુકાનમાં તેમજ કોહિનૂર ચશ્માની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. 

 આગ ના બનાવની જાણ થતા અમદાવાદ ફાયર બ્રિગેડની 2 ગાડી જવાનો સાથે ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી. દુકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી.

(1:20 PM IST)