તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
કલોલમાં શરબાની ટેકસટાઇલમાં લાગેલી ભીષણ આગ મોડી રાત્રીએ કાબુમાં આવી
રૂ ની ગાંસડી હોવાથી JCB દ્વારા રૂની ગાંસડીઓ હટાવી એકધારો પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી

કલોલમાં શરબાની ટેકસટાઇલમાં લાગેલી ભીષણ આગ મોડી રાત્રીએ કાબુમાં આવી છે. કલોલ, ગાંધીનગર, માણસા, કડી, ONGCના ફાયર ફાઈટરોએ 80હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. બપોર ના 2.30 વાગ્યાની લાગેલી આગ રાતે 1.30 વાગ્યા સુધી ફાયર જવાનો આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. રૂ ની ગાંસડી હોવાથી JCB દ્વારા રૂની ગાંસડીઓ હટાવી એકધારો પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આગ લાગવાથી આસપાસની ફેકટરી અને દુકાનોમાં વીજ સપ્લાય બંધ કરવો પડ્યો હતો. આગ ફરી ના લાગે એ માટે કલોલની ફાયર ટીમ આખી રાત કંપનીમાં જ ફાયર ફાઇટર સાથે ખડેપગે રહી હતી
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
