તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું - ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે
ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે:તેમણે કહ્યું કે, કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી.

સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે કહ્યું કે, કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી.
ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, બહારના લુખ્ખાઓએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે.
આ તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે. આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મતવિસ્તાર નંબર 87 એટલે કે વિસાવદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ચૂંટણી પંચે હજી ચૂંટણી માટે તારીખ જાહેર નથી કરી.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
