<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

વડોદરામાં જીઆરડી જવાને મિત્રો માટે યોજેલી દારૂની મહેફિલમાં પોલીસેનો રંગમાં ભંગ

રાતે એક વાગે યોજેલી દારૂની મહેફીલ સમય પોલીસે રેડ કરતા છ ઈસમોની ઝડપ્‍યાઃ જયારે વિજય રાઠોડ ઊર્ફે ચાઇના બુટલેગરને વોન્‍ટેડ જાહેર કર્યો

વડોદરાઃ જરોદ પોલીસ મથકે ફરજ બજાતા જીઆરડી જવાને પોતાના મિત્રો માટે રાતે એક વાગે યોજેલી દારૂની મહેફીલ સમય પોલીસે રેડ કરતા છ ઈસમોની અટકાયત કરી હતી જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.
હાલોલ- વડેદરા રોડ પર પાંચ દેવલા ગામ પાસે બસસ્ટેન્ડ પાછળના ખુલ્લા પડતરમા જરોદ પોલીસ પથકે ફરજ બજાવતા GRD જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણ રહે. અભરામપુરાનાઓએ તેના ફોટો ગ્રાફર અને DJ વગાડનાર મિત્રો પંચમહાલના વેજલપુર ગામે લગ્નમા વર્ઘી પતાવી પરત ફરતા રાત્રે 1 વાગ્યે જીઆરડી જવાને પાંચ દેવલા ગામના બસ સ્ટેન્ડ પા઼છળ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઊર્ફે ચાઇના પાસેથી બીયરના 6 ટીન લાવી છ મિત્રો ગોળ કુંડાળું વળી મહેફિલ માણતા હતા અને પાર્ટીની મઝા માણતા હતા.
પેટ્રોલિંગમાં નીકળેલા જરોદના પીઆઇ બારોટે રોડ પર બાઈકમાં પોલીસ વાળી લાકડી બાંધેલી જોઈ બસ સ્ટેન્ડ પાછળ બેટરીના અજવાળે તપાસ કરતા જરોદ પોલીસ મથકના જી આર ડી જવાનની મહેફિલ જડપાઈ હતી.પોલીસે GRD જવાન સહિત કુલ છ લોકોની છ મોબાઈલ ફોન, એક કાર, એક બાઈક સહિત ચાર લાખ છ હજાર સાતસો રૂપિયાના મુદ્દા માલ સાથે દારુની મહેફિલ યોજી નશો કરવાના ગુન્હા હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. બુટલેગર ચાઇના ને વોન્ટેડ જાહેર કર્યો છે. મહત્વની વાત છે કે રાત્રે નશો કરી ગાડી ચલાવતા હાલમાં વડોદરામા અકસ્માતના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જે બાદ પોલીસ સર્તક બની આવા તત્વોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ઘરી છે.

(2:44 PM IST)