તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવનનો અંત આણ્યો
સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બોર્ડના પેપર સારા નહી જતા અને અમરોલીમાં સીએના વિદ્યાર્થીએ માઇગ્રેનની બીમારીથી કંટાળીને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે જયારે બીજા બનાવમાં મૃતક ધ્રુવીન સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જો કે તેને માઈગ્રેનની બીમારીથી પીડાતો હોવાથી તેની દવા ચાલતી હતી પણ તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે

સુરતઃ સુરત શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બોર્ડના પેપર સારા નહી જતા અને અમરોલીમાં સીએના વિદ્યાર્થીએ માઇગ્રેનની બીમારીથી કંટાળીને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વલભીપુરના વતની અને હાલમાં સુરત શહેરમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલીયાની 15 વર્ષની પુત્રી હેતલે ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક વિદ્યાર્થીનીએ હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. જો કે પેપર સારા નહીં જતા ટેન્શનમાં આવીને તેણીએ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે જ્યારે તેને એક ભાઈ રત્ન કલાકાર અને એક બહેન છે. વ્હાલસોયી દીકરીના મોતના લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજા બનાવમાં મૂળ જામનગરના વતની ના હાલમાં અમરોલી છાપરાભાઠા રોડ પાસે રહેતો 23 વર્ષીય ધ્રુવીન બાબુભાઈ હિરપરાએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક ધ્રુવીન સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જો કે તેને માઈગ્રેનની બીમારીથી પીડાતો હોવાથી તેની દવા ચાલતી હતી પણ તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેનો મોટો ભાઈ જર્મનીમાં અભ્યાસ કરે છે તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. જુવાનજોધ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
