<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ગોંડલને મિર્ઝાપુર કહેનારાઓને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ, કહ્યું- આ સર ભગવતસિંહનું ગોંડલ છે, ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્સીસ ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય

'અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરે છે એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું

ગોંડલ તા.૨૩

ગોંડલમાં પાટીદર સગીરના માર મારવાના મામલે રાજકારણ ગરમાયું હતું. પાટીદાર અને ક્ષત્રિય સમાજ સામ-સામે આવી ગયા હતા. સગીર પર હુમલાના પગલે ગોંડલ બંધની જાહેરાત પણ કરાઇ હતી. જોકે આ મામલે સમાધાન થઇ ગયું હોવાનો દાવો આજે મળેલી બન્ને સમાજની બેઠકમાં કરવામાં આવ્યો છે. પાટીદાર અને ક્ષત્રિય સમાજની આજે મળેલી બેઠકમાં ગણેશ જાડેજાએ જણાવ્યું હતું કે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે તેમને જણાવી દઉ છું કે ગોંડલ સર ભગવતસિંહનું ગોંડલ છે. દરેક સમાજ એક થઇને રહે છે.

ગોંડલ ગોકુળીયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે

ગણેશ જાડેજાએ જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે. એવા આવારા તત્વોને, એવા ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી અને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળીયું ગોંડલ છે. સર ભગવતસિંહનું ગોંડલ છે.

તમામ સમાજના લોકો એક થઇને રહે છે

'ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વરણના લોકો એક થઈ અને રહે છે, ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈપણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે અને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વરણના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું.'

એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય

'અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરે છે. એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્સીસ ક્ષત્રિય કરાવવાના. એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વરણના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું.'

તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે

'આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો અને તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે. જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જાશે. એવી આપ સૌને હું ખાતરી આપું છું.'

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક સમાજનું કે હૃદયપૂર્વક આભાર માનું છું જો કે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈએ પાછું વળીને જોયું નથી. આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે. એમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અઢારે આલમ આની અંદર છે.

'બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે.'

'એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે. આપણે ભાગીદારો છીએ. આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ. મારા પરિવાર હારે જોડાયેલો છીએ. આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને માં આશાપુરા હું પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.'

(4:35 PM IST)