તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
મહેસાણા મહાનગરપાલિકાના લોગોનું વિધિવત અનાવરણ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિજેતા સ્પર્ધકોને રૂ.21,000નું ઇનામ અપાયું

મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો. લોગો ડિઝાઇન સ્પર્ધામાં 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાંથી બે સ્પર્ધકોના લોગોને ઓફિશિયલ લોગો તરીકે પસંદ કરવામાં આવ્યા. વિજેતા બંને સ્પર્ધકો રોહિત પટેલ અને વીરેન સથવારાને રૂ.21,000 હજારનું ઇનામ અપાયું હતું
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડથી વધીને 900 કરોડ કરતા વધુ થઈ ગયું છે. આ વધારેલા બજેટથી મહેસાણાનો વિકાસ વધુ ઝડપી બનશે.
કાર્યક્રમમાં શહેરની સ્વચ્છતા માટે નવા કચરા વાહનોને પણ લીલી ઝંડી આપવામાં આવી. આ વાહનો શહેરની સુખાકારી માટે કામે લાગશે. આમ, લોગો લોન્ચિંગ સાથે શહેરની સફાઈ વ્યવસ્થા માટે પણ નવી પહેલ કરવામાં આવી.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
