તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
બનાસકાંઠાના ભાભરમાં સ્મશાન ભૂમિ નજીક તાજુ જન્મેલ બાળક મળતા સમગ્ર પંથકમાં ચકચાર
ભાભરમાં ગત મોડી રાત્રે સ્મશાન ભૂમિ નજીક ત્યજી દેવાયેલ બાળક મળતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાંથી તાજુ જન્મેલ બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાભરમાં ગત મોડી રાત્રે સ્મશાન ભૂમિ નજીક ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું હતું.
ગામના સ્મશાન ભૂમિ નજીક પસાર થતા લોકોની નજર આ બાળક પર પડતા તેમણે ૧૦૮ને જાણ કરી હતી જેથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બાબતે ભાભર પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ પણ દોડી આવી હતી. મોડી રાત્રે બાળક મળી આવ્યાના સમાચાર મળતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. કોઈ એ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાએ લોકમુખે જોર પકડ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
