<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

'આપ' રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું.:જુઓ વિડીયો

વિધાનસભામાં ખેડૂતોનો બુલંદ અવાજ ઉઠાવવા માટે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ચૂંટણી જીતવા માટે અરવિંદ કેજરીવાલે અપીલ કરી

અમદાવાદ : આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવનારી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડશે. અમને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલીયા એક મજબૂત ઉમેદવાર છે અને તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે અને ચૂંટણીમાં વિજય થશે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે પુરા જોરશોર સાથે વિસાવદરની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરે. આપણે બધા સાથે મળીને ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવી દઈશું.

  ભાજપે ગમે તેટલા લોકોને પક્ષપલટો કરાવ્યો હોય પણ ભાજપ જઈ હવે ગોપાલ ઈટાલીયાને ડરાવી કે ધમકાવી જુએ એવી ચીમકી ખુદ ગોપાલ ઈટાલિયાએ આપી હતી

(8:36 PM IST)