તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
સુરતના સરથાણાની મહિલાના લીવર અને આંખના અંગદાનથી 3ને નવજીવન મળ્યું
મગજની ડાબી બાજુની નળી બ્લોક થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી: જીવનદીપ ઓર્ગન ડૉનેશન ફાઉન્ડેશન દ્વારા 21મું અંગદાન

સુરત સ્થિત જીવનદીપ ઓર્ગન ડૉનેશન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ 21મું અંગદાન કરાવવામાં આવ્યું છે. જેમાં મૂળ સૌરાષ્ટ્રના વતની એવી મહિલા બ્રેઈન ડેડ જાહેર કરાતા તેની બન્ને આંખો અને લીવરના દાન થકી 3 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે.
હકીકતમાં ગત 18 માર્ચના રોજ રસીલાબેન વઘાસિયા ઘરકામ કરી રહ્યા હતા, ત્યારે સવારે સાડા 9 વાગ્યાની આસાપાસ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારના સભ્યો રસીલાબેનને તાત્કાલિક કાપોદ્રા સ્તિત પી.પી. માણીયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડો.સંકેત ઠકકર (M.D.Physician)ની સારવાર હેઠળ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ડો.જીગ્નેશ ગેંગડિયા અને ડો.દીપેશ કક્કડ દ્વારા શરીરના જરૂરી રિપોર્ટ અને સીટી સ્કેન કરાવતા મગજની ડાબી બાજુની નળી બંધ હોવાથી બીજા દિવસે 19 માર્ચના રોજ ડો.પરેશ પટેલ ,ડો.જીગર આઈયા અને ડો.રશેસ પટેલ(ઇન્ટરવેસનલ રેડિઓલોજી)ની ટીમ દ્વારા રસીલાબેનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે બીજા દિવસે મગજનો રિપોર્ટ ફરીથી કરતાં દર્દીની સઘન સારવાર બાદ બ્રેઇન ડેડ જણાતા ડો.સંકેત ઠકકર તથા મહેશ રાદડિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો.
જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પી. પી. માણીયા હોસ્પિટલ ખાતે પહોંચી, ત્યાં એકત્ર થયેલ રસીલાબેનના પરિવારના બધા સભ્યો સાથે મળ્યા. રસીલાબેનના પતિ ધીરુભાઈ અને બંને દીકરા વિજયભાઈ અને કલ્પેશભાઈ એમ્બ્રોડરી-કાપડના વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, વઘાસિયા પરિવારમાં દર્દીના પુત્રના મિત્ર મહેશભાઈ રાદડિયા અને ડો. મહેન્દ્ર સુદાણી દ્વારા અમારી ટીમ સાથે અંગદાન શા માટે કરવું જોઈએ અને એમનું શું વિશેષ મહત્વ છે એ પરિવારજનો સાથે સમજાવવામાં મદદ કરી હતી.
રસીલાબેનના પરિવારજનોએ આ અંગદાનની વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર અંગદાન કરવા માટેની તેયારી બતાવી, વઘાસિયા પરિવારના યુવાનો અને વડીલો દ્વારા આ અંગદાન એજ શ્રેષ્ઠદાન છે જેને સાર્થક કરવા સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે રસીલાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પી. પી. માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પી. પી. માણીયા હોસ્પિટલ તથા વઘાસિયા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એજ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને સુંદર વિચાર થકી લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને જીવનદાન મળ્યું. અમદાવાદ ખાતે IKDRC હોસ્પિટલ દ્વારા લીવર અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,સુરત ખાતે ડો.પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
