<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ગુજરાત અર્ધલશ્કરી સંગઠનની બેઠકમાં નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે ગૌતમભાઈ પટેલની નિયુક્તિ

ગૌતમભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ, નર્મદામા સેવા આપી રહ્યા છે અને હાલમાં વીએચપીમાં મહામંત્રીની જવાબદારી સંભાળે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગાંધીનગર સ્વામિનારાયણ ઓડીટોરિયમમાં મળેલી ગુજરાત અર્ધલશ્કરી સંગઠનની બેઠક માં દિપેશભાઈ, અર્ધલશ્કરી સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ અર્ધલશ્કરી સંગઠનની અધ્યક્ષતામાં યોજાઈ હતી, ગુજરાત અર્ધલશ્કરી સંગઠનને મજબૂત બનાવવા માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં કનુભાઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ સાથે વીરભાઈ અને રતાભાઈને કાર્યકારી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, 

  રમેશભાઈને ઝોન પ્રમુખ તરીકે, જયંતિભાઈને ગુજરાત રાજ્ય મહાસચિવ તરીકે જ્યારે નર્મદા જિલ્લા વીએચપીમાં મહામંત્રીની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળતા ગૌતમભાઈ પટેલને અર્ધ લશ્કરી સંગઠનમાં નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે,  મંજુલાબેનને ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ તરીકે, મનીષા બેનને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તુલસીભાઈને રાષ્ટ્રીય મહામંત્રી, જયંતિભાઈને મુખ્ય સંયોજક, નર્મદાબેનને રાષ્ટ્રીય મહિલા પ્રમુખ અને રમણભાઈને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.      
 બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લાઓના અધિકારીઓએ ભાગ લીધો હતો અને લેવાયેલો નિર્ણય બધાની સર્વ સંમતિથી લેવામાં આવ્યો હતો.

(10:26 PM IST)