<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા 2024 25 એવોર્ડ સેમીનારમાં ઇન્ટરનેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવનાર રાજપીપળાના પ્રીતિ વસાવાને સન્માનિત કરવામાં આવ્યા

ભરત શાહ દ્વારા ) નર્મદા : હાલમાં જ ગયા મહિનામાં ઇન્ટરનેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર રાજપીપળા ના પ્રીતિ વસાવાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બરોડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

રાજપીપલા ના પ્રીતિબેન વસાવા એ યોજાયેલી 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતની આ દીકરી એ ઇતિહાસ રચ્યો હતો, રાજપીપલા ના રીક્ષા ચાલકની પુત્રી પ્રીતિબેન મહેશભાઈ વસાવા એ જીનમાંસ્ટીકની ટ્રેમ્પોલીન ઇવેન્ટમાં
બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા જિલ્લા તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે અને હાલમાં બરોડા ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા 2024 25 એવોર્ડ સેમિનારમાં તેમનું સ્વાગત સાથે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

(10:28 PM IST)