<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

એમ.એન.જાડેજાએ રાજપીપળા જીલ્લા જેલ અધિક્ષકનો હવાલો સંભાળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પોલીસ મહાનિદેશક, ડૉ.કે.એલ.એન.રાવ, જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી, ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓ દ્રારા રાજપીપળા જીલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક એ.બી.પરમાર નાઓની જાહેર હિતાર્થે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરતાં તેઓ  તા.૨૩/૦૩/ ૨૦૨૫ ના રોજ કચેરી સમય દરમ્યાન રાજપીપળા જીલ્લા જેલ ખાતેથી છુટા થતાં તેઓના રાજપીપળા જીલ્લા જેલના હસ્તક અધિક્ષકનો ચાર્જ એમ.એન. જાડેજા એ સંભાળેલ છે. તેમજ એ.બી.પરમારનાઓને રાજપીપળા જીલ્લા જેલ ખાતેથી વિદાય આપી હતી.

(10:29 PM IST)