તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
એકતાનગર ખાતે આવેલા એકતા ઓડિટોરીયમમાંથી રૂ.૧૧,૧૯,૭૨૨ની સાઉન્ડ સિસ્ટમની વસ્તુઓની ચોરી
બારીમાંથી ઘૂસી એમ્પ્લીફાયર, રીસીવર, પોડીયમ માઇક , વાયર માઇક, વાયરલેસ માઇક અને કેમેરાના ડી.વી.આર જેવી વસ્તુઓની ચોરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં એકતાનગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના એકતા ઓડિટોરીયમમાંથી રૂ.૧૧,૧૯,૭૨૨ની સાઉન્ડ સિસ્ટમના વસ્તુઓની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર આસી.એન્જિનિયર અભયકુમાર છોટેલાલ યાદવ,( રહે-હાલ એકતાનગર કોલોની નવી બિલ્ડીંગ ગેસ મંડળીની બાજુમા બ્લોક નં-ડી-૧, રૂમ નં-૫૦૨ તા.ગરૂડેશ્વર જિ.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની દેખરેખના હેઠળના એકતા ઓડિટોરીયમાં લગાડેલ સાઉન્ડ સિસ્ટમ જેમાં એમ્પ્લીફાયર નંગ-૫ જેમા ત્રણ મોટા અને બે નાના જેમાંથી એક મોટા એમ્પ્લીફાયરની કી.રૂ.૨,૬૭,૮૯૪/- તથા ત્રણ મોટા એમ્પ્લીફાયરની કુલ કિ.રૂ.૮,૦૩,૬૮૨/-તથા નાના એમ્પ્લીફાયરની કિ.રૂ. ૨૪.૫૦૨/- તથા બીજા નાના એમ્પ્લીફાયરની કિ.રૂ. ૭૧,૦૭૧/- તથા પાંચ રીસીવરની કી.રૂ.૧,૫૮,૬૬૪/- તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના સ્ટેજ પરના બે પોડીયમ માઇક જેની કિ.રૂ.૩૯,૩૫૨/- તથા એક વાયર માઇક કી.રૂ.૩૪૧૩/- તથા વાયરલેસ માઇક કિ.રૂ.૬૫૩૮/- તથા મેઇન કંટ્રોલ રૂમમા સી.સી.ટી.વીનું ૧૬ કેમેરાનુ ડી.વી.આર ની કિ.રૂ.૧૨,૫૦૦/- ની મળી કુલ કિંમત રૂ. ૧૧,૧૯, ૭૨૨/- ની મત્તાની કોઇ અજાણ્યો ઇસમ બારીમાંથી પ્રવેશ કરી કરી ચોરી કરી લઇ જઇ ગુનો કરતા એકતાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
