<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

રામપુરા ધનેશ્વર મંદિરને લઈને તંત્ર નિર્ણય લેતું નથી જેમાં ભક્તો મુશ્કેલીમાં મુકાય છે.

બે સાધુઓની તકરારમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દેતા હવે મંદિરે દર્શને આવનારા ભક્તો પોલીસને જોઈ ડરે છે: આ પ્રશ્ને કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉચિત કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રામપુરા ગામના નર્મદા કિનારે આવેલા ધનેશ્વર મંદિરના વર્ષો જૂનો વિવાદ અંત ક્યારે આવશે ખબર નથી ,પણ તંત્ર આ બાબતે કોઈ પણ જવાબદાર ગ્રામજનોની સહમતિથી વચલો માર્ગ કાઢે તો વિવાદનો અંત આવે એમ છે. નર્મદા પંચકોષી પરિક્રમાનો પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે અને પરિક્રમામાં મોટી સંખ્યામામાં ભક્તો ધનેશ્વર મંદિર દર્શન કરવા આવતા હોય છે. એટલુજ નહીં ધનેશ્વર મંદિર ખાતેના આશ્રમમાં રોકાતા પણ હોય છે.ત્યારે ત્યાં પોલીસ ની હાજરી અને દર્શને આવતા ભક્તો ની પૂછપરછ થી ભક્તો ફફડાટ અનુભવે છે. જેથી મંદિરે દર્શને આવવાનું ટાળે છે.તો ધનેશ્વર મંદિર પાસેથી પોલીસ પ્રોટેક્શન હટાવી લે એવી સ્થાનિક સંત ભકતોની માંગ છે.

મળતી માહિતી પ્રમાણે માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિરનો પ્રશ્ન ખૂબ જ સંવેદનશીલ અને અતિ ગંભીર પ્રશ્ન છે તો તત્કાળ આ પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશામાં જીલ્લા કલેક્ટર પોલીસ અધીક્ષક ઉચીત કાર્યવાહી કરે  એવું આવેદન કલેકટર નર્મદાને આપવામાંવ્યુ છે.
આવેદનમાં જણાવ્યા મુજબ  સમસ્ત ગ્રામજનોની ભક્તોની આશા અપેક્ષા છે કે ગેરકાયદેસર કબજો કરીને અશાંતિ ઉભી કરતા કોઈપણ પ્રકારનો હક હિસ્સો નથી ત્યારે આ દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કડક હાથે કામગીરી કરે તે જન હિતમાં છે અનેકવાર આવેદનપત્ર  આપવામાં આવ્યા છે નર્મદા જિલ્લાના સ્થાનિક તમામ નેતાઓએ મૌખિક અનેકવાર રજૂઆત કરી છે છેલ્લા બે મહિનાથી 24 કલાક પોલીસ પ્રોટકશન છે ગંભીર સ્થિતિ નું નિર્માણ ન થાય તે માટે ગેરકાયદેસર કબજો કરીને બેઠેલ પરિવાર જતીનભાઈ શર્મા ઉર્ફે જાનકીદાસ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે જન હિતમાં છે નર્મદા મૈયાની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે માટે તત્કાલ પ્રશ્નોનું નિરાકરણ થાય તે ખૂબ જરૂરી છે ઘણા સમયથી સ્થાનિક લોકો દર્શન કરવા જતા ડરે છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક નિર્ણય લે તે ખૂબ જરૂરી છે. સમસ્ત માંગરોળ ગામ જિલ્લા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેકવાર રજૂઆત થઈ છે.તો આ રજુઆત ને ધ્યાને લઈ જરૂર કોઈ નિર્ણય લેવાઈ અને પોલીસ પ્રોટેક્શન હટે એવી માંગ કરી છે



 

(10:32 PM IST)