<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

આમલેથા વિસ્તારમા અસામાજીક પ્રવૃત્તિ કરનાર શખ્શો પર કાયદેસર કાર્યવાહી કરતી આમલેથા પોલીસ

પોલીસ સાથે વીજ કંપનીની ટીમે પણ ગે.કા વીજ જોડાણ કાપી કાર્યવાહી કરતા ફફડાટ

(ભરત શાહ દ્વારા )નર્મદા : ગૃહ મંત્રી તથા ડી.જી.પી ગુ.રાજ્ય ગાંધીનગર નાઓએ અસામાજીક પ્રવૃત્તી સાથે સંકળાયેલ ઈસમો વિરુધ્ધ ૧૦૦ ક્લાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે આપેલ કડક નિર્દેશો આધારે સંદિપ સિંહ પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ વડોદરા તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ અસામાજીક પ્રવૃત્તી સાથે સંકળાયેલ ઈસમો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક વિરલ ચંદન રાજપીપલા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.વાળા આમલેથા પો.સ્ટે. તથા તાબાના પોલીસ માણસોએ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક પ્રવૃતી સાથે સંકળાયેલ શખ્શો (1) રાકેશ ઉર્ફે રાકો મનુભાઈ માછી (રહે,ઓરી તા.નાંદોદ જી.નર્મદા) (૨) દશરથભાઈ ઉર્ફે દિનેશ ભુદરભાઈ વસાવા (રહે, જુનાઘાટા તા.નાંદોદ જી.નર્મદા )(૩) દિપકા ઉર્ફે કાલુ સોમાભાઈ વસાવા (રહે,પ્રતાપનગર તા.નાંદોદ જી. નર્મદા )(૪)રાજેન્દ્રભાઈ ગુલાબસિંગભાઈ વસાવા (રહે, જુનાઘાટા તા.નાંદોદ જી.નર્મદા) ના રહેણાંક મકાને વિજ કનેક્શન ચેક દિપકા ઉર્ફે કાલુ સોમાભાઈ વસાવા( રહે. પ્રતાપનગર તા.નાંદોદ જી.નર્મદા) નાઓના મકાને ગેરકાયદેશર વિજ કનેક્શન મળી આવતા DGVCL ટીમ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે


 

(10:33 PM IST)