તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ઉનાળાનો પ્રારંભ થતાં વામન કદના મહેન્દ્રભાઈની પગરખાંની પરબ ચાલુ : 500 થી વધુ પગરખા વિતરણ કર્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામના વામન કદ ના મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ઉનાળાની સીઝન શરૂ થતા અને ગરમી વધતા પગપાળા જતા જરૂરિયાતમંદને પગરખા પહેરાવવા પગરખાની પરબ નામથી સેવાકાર્ય કરે છે તાજેતરમાં મહેન્દ્રભાઈએ કલીમકવાણા ગામની આશ્રમ શાળામાં પહોંચીને ત્યાંના તમામ બાળકોને ચપ્પલ વિતરણ કર્યા હતા જ્યાંથી પોઇચા પ્રાથમિક શાળામાં પહોંચી 130 જેટલી દીકરીઓને પગરખાં પહેરાવ્યા હતા. રસ્તામાં ખેત મજૂરો મળી ગયા જોયું તો તેમના પગમાં મોટાભાગના મજૂરોએ ચપ્પલ નહોતા પહેર્યા જેમના પગમાં હતા તે પણ તૂટેલા હતા એટલે ત્યાં પગરખાની પરબનો રથ રોકાઈ ગયો અને તમામ બાળકો મોટા, મહિલાઓ પુરુષો, વૃધોને ચપ્પલ પહેરાવ્યા આમ ઉનાળો ચાલુ થતા આ સીઝનમાં 500 જેટલી જોડ તો મહેન્દ્રભાઈ લોકોને પહેરાવી ચુક્યા છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
