<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

રાજપીપળા શહેરના પ્રશ્નો હલ કરવા કારોબારી ચેરેમેન કુલદીપસિંહ ગોહિલે કચેરીનો શુભારંભ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગર પાલિકાના કારોબારી ચેરમેન પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની નવી ઓફિસનું ઉદઘાટન ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું જેમની સાથે મહારાણી રુક્મણિ દેવી પાલિકા ના સભ્યો સહીત આગેવાનો હાજર રહ્યા હતા. સંસદ મનસુખભાઈ વસાવાએ યુવા નેતા અને પાલિકાના કારોબારી અધ્યક્ષની કચેરીનો શુભારંભ કરાવ્યાનો અપાર આનંદ અનુભવ્યો હોવાનું અને  કુલદીપસિંહ અને તેમનાં પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. હોવાનું સોસીયલ મીડિયામાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પોસ્ટ કરી હતી.

   રાજપીપલા નગરપાલિકા પ્રમુખ તરીકે સ્વ.અલ્કેશસિંહ ગોહિલ હતા ત્યારે તેમણે ઓફિસ બનાવી હતી અને નગરના લોકોના પ્રશ્નો આ ઓફિસથી હલ થઇ જતા હતા. તેમના નકશો કદમ પર ચાલતા તેમના પુત્ર કુલદીપસિંહ ગોહિલ હાલ કારોબારી અધ્યક્ષ હોય તેમને પણ લોકોના પ્રશ્નો હલ કરવા નવી ઓફિસ શરૂ કરી છે. અત્યાર સુધી તેઓ ઘરે અને પાલિકા કચેરી બેસી કામ કરતા હતા હવે બજાર માં બેસી ઓફિસમાંથી કામગીરી કરશે.

(10:38 PM IST)