તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ડેડીયાપાડા વીજ કંપનીએ 52 સરકારી ઓફિસોને બાકી વીજ બીલ 8 લાખ 50 હજાર ભરવા નોટિસ ફટકારતા હડકંપ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની વીજ કંપની દ્વારા સરકારી ઓફિસો જે કરોડોના ટર્ન ઓવર કરે છે અને જેના કર્મચારીઓ પણ લાખોની ગાડીઓ ફેરવે છે, આ ઓફિસોના અધિકારીઓ મામૂલી બિલ પણ ભરી ન શકતા માર્ચ એન્ડિંગમાં વીજ કંપની દ્વારા કડક કાર્યભાઈ કરીને 52 ઓફિસોને નોટીસ આપી જ્યારે ડેડીયાપાડા સર્કિટ હાઉસ અને આરએનબીના પંપિંગ હાઉસ ના કનેક્શન કાપી નાખી કડક વલણ અપનાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતે સમગ્ર જિલ્લામાં સૌપ્રથમ વખત વીજ કંપનીએ સરકારી ઓફિસો કે જેવી વીજળી નું બિલ નથી ભરતી અને લાંબા સમયથી તેમના બિલ પેન્ડિંગ હોવાથી આ વખતે કોઈની પણ તે શરમ રાખ્યા વિના ડેડીયાપાડા ના પ્રાંત અધિકારીને લેખિત અરજી સુપ્રત કરીને વીજ કનેક્શન કાપવાની શરૂઆત કરી દીધી હતી જેમાં બે કનેક્શન કાપવામાં આવ્યા જેમાં આર એન્ડ બી ડેડીયાપાડાના તાબા હેઠળ નું સર્કિટ હાઉસ અને પાણીનું પંપીંગ સ્ટેશનનું કનેક્શન કપાતા હડકંપ મચ્યો હતો ત્યારબાદ વન વિભાગની તમામ ઓફિસો તેમજ રહેઠાણો અને પાણી પુરવઠા વિભાગની તમામ ઓફિસો, ગ્રામ્ય કક્ષાએ ચાલતી ઓફિસો તાલુકા પંચાયત ઓફિસ ગ્રામ પંચાયતો મળી કુલ 52 જેટલી નોટિસ ફટકારી છે અને કુલ આઠ લાખ પચાસ હજાર રૂપિયા બાકી કાઢ્યા છે અને જો સમય મર્યાદામાં પૈસા નહીં ભરાય તો તેમના કનેક્શન પણ કાપી નાખવાની ચીમકી પણ આપી છે
જે કોઈ સરકારી ઓફિસરો કે સરકારી કર્મચારીઓ પણ સરકારી બિલના નાણાં ન ભરે તો તેની સામે લાલ આંખ કરવાનો પ્રયત્ન કર્યો છે, બીજી તરફ વીજ કંપની દ્વારા ઉનાળુ, ચોમાસુ, શિયાળો જેવી દરેક ઋતુ માં 24 કલાક અવિરત કામગીરી કરતા હોવા છતાં પણ તેમના વાંક કાઢવામાં આવે છે . જ્યાં સરકારી અધિકારીઓ રાજકારણી નેતાઓ જ્યાં આરામ કરે છે તેવી જગ્યાએ એટલે રેસ્ટ હાઉસમાં પણ તેમના અધિકારીઓએ વીજ બિલ ન ભરતા કનેકશન કાપવામાં આવ્યું છે. અને પાણી વિભાગનું કનેક્શન કપાતા અમુક વિસ્તારમાં લોકોને પાણી વિના રહેવાની નોબત આવી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
