તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
અમદાવાદના સાબરમતી નદીમાં ઝંપલાવીને યુવક અને યુવતીએ આત્મહત્યા કરી :ચકચાર
કામા હોટલ પાછળ વોકવે પરથી નદીમાં ઝંપલાવ્યું: હાથ બાંધીને આત્મહત્યા કરી: યુવતીના હાથે 'પ્રિયાંશી' નામ સાથે ટેટૂ, બેગ મળી,

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર પાસે આવેલા વોકવે પરથી એક યુવક-યુવતીએ દુપટ્ટાથી હાથ બાંધી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક-યુવતીની ઓળખ હજી સુધી થઈ નથી, પરંતુ યુવતીના ડાબા હાથ પર ‘પ્રિયાંશી’ નામ સાથે ટેટૂ જોવા મળ્યું છે. યુવતીની પાસે એક બેગ પણ મળી હતી, પરંતુ તેમાં કોઈ મહત્વની જાણકારી મળી નથી.
સાબરમતી નદીમાં થયેલી આ ઘટના અંગે ફાયર બ્રિગેડના ભરત માંગેલાએ જણાવ્યું કે, રવિવાર સાંજે 4:00 વાગ્યે મેસેજ મળ્યા બાદ ઘાટ નંબર 9 નજીક રેસ્ક્યુ બોટ સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી. તાત્કાલિક ઓપરેશન અંતર્ગત બંનેના મૃતદેહ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
